જ્યોતિષીઓના મતે મૌની અમાવસ્યા પર સિદ્ધિ યોગ સહિત ઘણાં શુભ યોગો રચાઈ રહ્યાં છે. આ યોગોમાં ગંગામાં સ્નાન કરવાથી અને સંસારનાં પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિતની પવિત્ર નદીઓમાં આસ્થાપૂર્વક સ્નાન કરે છે.
વૈદિક કેલેન્ડર મુજબ, બુધવાર 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. આ શુભ અવસર પર મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજમાં ગંગા નદીનાં કિનારે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરશે. મૌની અમાવસ્યાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી સાધકને અખૂટ ફળ મળે છે. તેમજ જાણ્યે-અજાણ્યે કરેલાં પાપોમાંથી પણ મુક્તિ મળે છે.
ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે, મૌની અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃઓની ત્રણ પેઢીઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. સાથે જ સાધકને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે.
આ સિવાય મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી કુંડળીમાં પ્રવર્તતા અશુભ ગ્રહોની અસર દૂર થઈ જાય છે. જો તમે પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો મૌની અમાવસ્યાના દિવસે ગંગામાં સ્નાન કરો અને ભક્તિભાવથી શ્રી નારાયણની પૂજા કરો. તેમજ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુનાં નામોનો જાપ કરો.
વિષ્ણુનાં અગિયાર મંત્રો :-
1. ૐ શ્રી પ્રકટાય નમ:
2. ૐ શ્રી હંસાય નમ:
3. ૐ શ્રી વામનાય નમ:
4. ૐ શ્રી આનંદાય નમ:
5. ૐ શ્રી સુલોચનાય નમ:
6. ૐ શ્રી નરસિંહાય નમ:
7. ૐ શ્રી વરાહાય નમ:
8. ૐ શ્રી રામાય નમ:
9. ૐ શ્રી શ્રીહરયે નમ:
10.ૐ શ્રી દ્વારકાનાથાય નમ:
11.ૐ શ્રી કૃષ્ણાય નમ: