Chotila,તા.16
રાજકોટ ચોટીલા ધોરી માર્ગ પર આવેલા બામણબોર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા દુર્ગા પ્લાસ્ટિક નામના કારખાનામાં આજે બપોરના સુમારે આગ ભભૂકતા આ બનાવની જાણ ફાયર ફાઈટરને થતા ઘટના સ્થળે દોડી જય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અને આગનું કારણ જાણવા તેમજ આગથી મોટું નુકસાની થયાનું બહાર આવ્યું છે આ આગથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આસપાસના વિસ્તારમાં અફડાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો. વધુ વિગત મુજબ બામણબોર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી દુર્ગા પ્લાસ્ટિક નામની ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરના કોઈ કારણસર આગ ભભૂકી હતી જે બનાવની જાણ રાજકોટ ફાયર બ્રિગેડના થતા બે ફાયર ફાઈટર સાથે સ્ટાફ દોડી જય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તે જ આસપાસના કારખાના ને આગથી નુકસાન ન થાય તે માટે ફાયર બ્રિગેડ ની દ્વારા સમય સૂચકતા વાપરી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે આગ પર કાબુ મેળવવામા આવી હતી.બનાવની જાણ એરપોર્ટ પોલીસ મથકના ‘ થતા સ્ટાફ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો પીજીવીસીએલના સ્ટાફ સહિતની ટીમો દોડી ગઈ હતી. પીજીવીસીએલ ના સ્ટાફ દ્વારા વીજ પ્રવાહને બંધ કરવામાં આવ્યો હતો આગ શોટ સર્કિટના કારણે લાગે હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી હોવાનું બહાર આવ્યું છે તેમજ આશરે 25 થી 30 લાખ રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળેલ છે.જ્યારે એફ એસ એલ દ્વારા આગનું કારણ જાણવા તેમજ નુકસાની જાણવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. સમયસર આગ કાબુમાં આવતા મોટી જાનાની ટળી હતી. આગ સમયસર કાબુમાં આવતા કંપનીના સંચાલક સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો ⁰