Vichhiya,તા.29
વિછીયા પોલીસ મથકની હદમાં આવેલ જસ ના ખરચિયા ગામની સીમ માં ઢાળિયામાં ગળે ફાંસો ખાઈ પરણીતા એ આપઘાત કરીલેતા સિવિલમાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિછીયા તાલુકાનાખરચીયા”જસ” ગામે સાસરુ અને વિછીયા માં પિયર ધરાવતી કાજલબેન રમેશભાઈ ગોહિલ એ ગઈકાલે પરિવારજનો લગ્નમાં ગયા બાદ વાડીએ જઇ ઢોર બાંધવાના ફરજામા આડસર સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો એ આવીને કાજલબેન ને નીચે ઉતારી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના તબીબો એ મૃત જાહેર કરી હતી,
પારિવારિક સૂત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ કાજલબેન ના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને કોઈ બાળક થયું નથી સંયુક્ત પરિવારમાં રહેતા કાજલબેન એ આ પગલું કેમ ભર્યું છે તે અંગે વિછીયા પોલીસે તપાસ હાથ ધરીછે