Manipur સામે ગુજરાતનો આઠ વિકેટે ભવ્ય વિજય

Share:

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને હરીફ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું

Ahmedabad, તા.૨

વિજય હઝારે ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની જયપુર ખાતે રમાયેલી મેચમાં મંગળવારે ગુજરાતની ટીમે તેની વિજયકૂચ જાળવી રાખતાં મણીપુર સામે આઠ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ગુજરાત માટે હેમાંગ પટેલે પાંચ વિકેટ ખેરવી હતી તો આર્ય દેસાઈએ અડધી સદી ફટકારી હતી.જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને હરીફ ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મણીપુર ૨૬.૪ ઓવરમાં ૯૫ રનમાં આઉટ થઈ ગયા બાદ ગુજરાતે ૧૨.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.ગુજરાત માટે ઓપનર આર્ય દેસાઈએ છેક સુધી બેટિંગ કરીને ૪૫ બોલમાં અણનમ ૫૭ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થતો હતો. સૌરવ ચૌહાણ ૨૨ બોલમાં ૨૭ રન ફટકારીને અણનમ રહ્યો હતો.અગાઉ મણીપુરની બેટિંગ દરમિયાન ઝડપી બોલર હેમાંગ પટેલ ત્રાટક્યો હતો અને તેણે છ ઓવરમાં ૨૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. મણીપુર માટે ઉલેન્યાયીએ ૨૫ રન ફટકાર્યા હતા. હેમાંગ ઉફરાંત ગુજરાત માટે રવિ બિશ્નોઈએ ચાર રનમાં બે અને ચિંતન ગજાએ ૧૬ રનમાં બે વિકેટ લીધી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં ગુજરાતનો આ સળંગ પાંચમો વિજય હતો અને આ સફળતા સાથે તે હાલમાં ગ્રૂપ-એમાં ૨૦ પોઇન્ટ અને +૨.૯૧૨ની નેટ રનરેટ સાથે મોખરે છે. તેને હવે ત્રીજીએ ગોવા અને પાંચમીએ ઓડિશા સામે રમવાનું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *