Morbi,તા.11
મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે પોલીસ ગમે તેટલા લોક દરબાર યોજે પરંતુ હકીકત એ છે કે વ્યાજખોરોને ખાખીનો ડર રહ્યો નથી મોરબીમાં રહેતા યુવાને વ્યાજવટાવની ફરિયાદ કરતા આરોપીએ ફોનમાં ગાળો આપી રૂપિયા પરત નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના નાની કેનાલ રોડ પર અવધ 4 માં રહેતા ગૌરવ દલસુખભાઈ કાવરે આરોપી ભરત ઉર્ફે બી કે બોરીચા રહે બોરીચાવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ માર્ચના રોજ ફરિયાદી પોતાનું બાઈક લઈને ભરતનગર ગામ જતા હતા ત્યારે સાંજના મોબાઈલ પર ફોન આવ્યો જે નંબર જયેશભાઈના હોય જેથી ફોન ઉપાડતા જયેશભાઈએ જણાવ્યું કે ભરત બોરીચા લાઈન પર છે તેની સાથે વાત કર જેથી ફોનમાં વાત કરતા ગાળો બોલ્વાલાગ્યો હતો અને મારી પાસેથી તું જે રૂપિયા લઇ ગયો તે પાછા આપી દેજે અને હું તારી પાસેથી લઈને જ રહીશ તારે મારી પર જેટલા કેસ કરવા હોય તેટલા કેસ કરી લેજે બાકી રૂપિયા ગમે તેમ કઢાવી લઈશ કહીને ટાંટિયા ભાંગી પતાવી દેવાની ધમકી અપાઈ હતી ભરત બોરીચા પાસેથી અગાઉ રૂપિયા વ્યાજે લીધા હતા જેના રૂપિયા અડધા ચૂકવી દીધા છતાં મૂળ રકમની માંગણી કરતો હતો અને અગાઉ તેના વિરુદ્ધ વ્યાજની ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી ફોનમાં ગાળો અપાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે