Morbi,તા.24
ગાળા ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરો ઝડપી લઈને કતલખાને ધકેલાતા અબોલ જીવને બચાવી લીધા હતા જે વાહન અને એક આરોપી પોલીસને સોપવામાં આવતા પોલીસે કુલ બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના નવી ટીંબડી ગામના પાર્થ નેસડીયાએ આરોપી રમજુ ગુલમામદ રાઉંમાં અને ઇકબાલ ઉર્ફે બબાભાઈ શેખ રહે બંને કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રમજુ પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૨ એવાત ૨૯૦૧ માં પાડા જીવ નંગ ૧૦ ને ટૂંકા દોરડા વડે બાંધી ક્રુરતાપૂર્વક ખીચોખીચ ભરી ઘાસચારો કે પાણીની સગવડતા રાખ્યા વિના લઇ જતો ઝડપાયો હતો ગૌરક્ષકોની ટીમે બોલેરો વાહન અને પાડા જીવ નંગ ૧૦ સહીત કુલ રૂ ૪,૧૫,૦૦૦ નો મુદામાલ પોલીસને સોપ્યો હતો પોલીસે મુદામાલ કબજે લઈને આરોપી રમજુ રાઉંમાંની અટકાયત કરી છે અન્ય આરોપી ઇકબાલ શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે