Malaysia, તા.1
મલેશિયામાં મંગળવારે એક ભયાનક અકસ્માત થયો હતો. કુઆલાલંપુરની બહાર મલેશિયાના ઉપનગરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેનું પ્રાથમિક કારણ ગેસ પાઈપલાઈન ફાટવાનું હોવાનું જાણવા મળ્યું છે. આ પછી ભારે અરાજકતા સર્જાઈ હતી અને આસપાસના વિસ્તારોના મકાનો ખાલી કરાવવા પડ્યા હતા.
સેલંગોર રાજ્યના મધ્યમાં પુત્ર હાઇટ્સમાં ગેસ સ્ટેશન નજીક આગ કેટલાંક કિલોમીટર (માઇલ) સુધી જોવા મળી હતી. સેલાંગોરના ડઝનબંધ ફાયર ફાઈટરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સીએ વિભાગના નિર્દેશક વાન મોહમ્મદ રઝાલી વાન ઈસ્માઈલને ટાંકીને જણાવ્યું હતું કે સ્થળ પર હાજર અગ્નિશામકોએ આગ લગાવાનું કારણ પાઈપલાઈન ફાટવાનું જમાવ્યું છે.
સોશિયલ મીડિયા પર આગ અને ધુમાડાના ગોટેગોટાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો આમાં કહેતા સાંભળી શકાય છે કે તેમને તેમના ઘરના દરવાજા અને બારી ધ્રુજતા અનુભવાયા હતા.