Dhank, તા.૨૪
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આલેચ પહાડના શિખર પર આવેલ દેવાધિદેવ મહાદેવનું પાંડવો સ્થાપીત શિવ મંદિર ડુંગરેશ્વર મહાદેવના સાંનિઘ્યમાં તા.૨૬ ને બુધવારના રોજ મહાશિવરાત્રી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે.
ડુંગરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વના પવિત્ર દિવસ દરમ્યાન ભોલેનાથને રીઝવવા શિવ ભકતો વહેલી સવારથી જ ઉમટી પડે છે. હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો ઝુમી ઉઠશે. અહીં આવતા દરેક શિવ ભક્તો માટે ચા-પાણી તેમજ ભાંગની પ્રસાદી, ૫ પ્રહરની આરતી તથા દીપમાલા, મહાપ્રસાદ ઘ્વજા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એવી યાદી ડુંગરેશ્વર મહાદેવ મંદિરના મહંત જગદીશગીરી બાપુ દ્વારા જણાવ્યું છે.