Holi ના દિવસે જ ચંદ્રગ્રહણ: 4 રાશિના જાતકોને પરેશાનીઓથી મળશે છૂટકારો

Share:

આ વર્ષે હોળીનો તહેવાર શુક્રવારે 14 માર્ચના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાગ પ્રમાણે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ હોલિકા દહન થાય છે અને તેના બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ માન્ય નહીં રહેશે. પરંતુ તેમ છતાં તેની અસર  ક્યાંક ને ક્યાંક ઘણી રાશિઓ પર જોવા મળશે.

ચંદ્રગ્રહણ યુરોપ, આંશિક ઓસ્ટ્રેલિયા, ઉત્તર-દક્ષિણ અમેરિકા, પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગર, ઉત્તર-દક્ષિણ ધ્રુવ સહિત એશિયા-આફ્રિકાના કેટલાક ભાગમાં દેખાશે. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણ 14 માર્ચના રોજ સવારે 9:27 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી દેખાશે. ગ્રહણનો કુલ સમયગાળો 6 કલાક ૩ મિનિટનો રહેશે.ચંદ્રગ્રહણની હોળી પર કોઈ અસર નહીં પડશે કારણ કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાશે. જેના કારણે ભારતમાં લોકો ચંદ્રગ્રહણ દરમિયાન પણ હોળી રમી શકશે. તો ચાલો જાણીએ હોળી પર થનારા ચંદ્રગ્રહણના કારણે કઈ રાશિના જાતકોનું કિસ્મત ચમકશે.

ચંદ્રગ્રહણથી વૃષભ, કર્ક, મિથુન અને વૃશ્ચિક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે અને આ રાશિના જાતકોને દરેક પરેશાનીઓમાંથી છૂટકારો મળશે. આ સાથે જ આ રાશિના જાતકોને ધન લાભ થવાનો સંયોગ બની રહ્યો છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *