શાપર વેરાવળ પોલીસે 52 બોટલ મળી આવતાં કુલ રૂ.28662 નો મુદ્દામાલ કબ્જે કર્યો, કાંગશીયાળીના દારૂ સપ્લાયર સહિત બે ની શોધખોળ
Lodhika,તા.05
લોધિકાના કાંગશીયાળી ગામના ખરાબા દારૂનું કટીંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને દારૂની 52 બોટલ મળી આવતાં કુલ રૂ.28662 નો મુદ્દામાલ કબ્જે કરી કાલાવડના સપ્લાયર ઇમરાનની ધરપકડ કરી હતી. જ્યારે બે શખ્સો નાસી છૂટતાં તેની શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ, શાપર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ હરદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ લગધીરસિહ જાડેજા સહિતના સ્ટાફને કાગશીયાળી ગામમાં પંચાયત ઓફીસની બાજુ આગળ કાચા રસ્તા પર જતા ખરાબાની જગ્યામાં બુટલેગરો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરેછે.તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડતાં બાતમીના સ્થળે એક શખ્સ હાજર હોય તેને અટકાવી ચેક કરતા થોડે દુર ખાડામાં ઇંગ્લીશ દારુ રાખેલ હોવાનુ જણાવેલ અને તેનુ નામ પુછતા પોતે ઇમરાન કાદર બાવાણી ( ઉ.વ.45), (રહે.કાલાવડ શીતળા, પંજેતન નગર વોરાના કબરીસ્તાન સામે) હોવાનુ જણાવેલ ખાડામાં દારૂની 52 બોટલ મળી આવતાં કુલ રૂ.28662 નો મુદ્દામાલ કબ્જે કરી ઇમરાન બાવાણીની ધરપકડ કરી પુછતાછ આદરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સે કાલાવડના રહીશ ગુલાબ બ્લોચ સાથે આવેલ અને ઇંગ્લીશ દારુનો જથ્થો રહીશે મંગાવી અહીં રખાવેલ હતો. તેમજ દારૂ કાંગશિયાળીનો પ્રતીપાલસિંહ વીક્રમસિહ સોલંકી લેવા માટે આવવાના હોય અને રહીશ ઇમરાનને અહી ઉતારી નાસ્તો લેવા માટે ગયો હતો. પોલીસે ફરાર બંને શખ્સોની શોધખોળ આદરી હતી.