જસદણના ગઢડિયા ગામે એકલતા થી કંટાળી યુવાને જીવાદોરી ટૂંકાવી
Lodhika,તા.16
રાજકોટ પંથકમાં ગળે ફાંસો ખાઈ આપઘાતના બે બનાવો નોંધાયા છે આ અંગે પ્રાપ્ત વિગતોમુજબ લોધીકા તાલુકાના રાવકી ગામે ચેતના ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરતો અને કારખાના ની ઓરડીમાં જ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અમન કુમાર દિનેશ કુમાર ગૌતમ(૨૨) તે ગઈકાલે બપોરે ઓરડીમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મૃત હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અપરણિત યુવક અમન કુમારે આ પગલું શા માટે ભર્યું? તે અંગે લોધીકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્, વિપુલ ગુજરાતીએ તપાસ હાથ ધરી છે ગળે ફાસો ખાય જીવાદોરી ટૂંકાવવાના અન્ય બનાવમાં જસદણના ગઢડીયા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા કાળુભાઈ છગનભાઈ ઝીંઝુવાડીયા (૩૪) એ પોતાના ઘરે ફાંસો ખાઈ લે જીવા દોરી ટૂંકાવી લીધી હતી પ્રાથમિક તપાસમાં મરનાર કાળુભાઈ અપરણિત હોય એકલવાયું જીવનને બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જસદણ એએસઆઈ એચબી ચૌધરી ની પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું છે