રાજારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉનમાં
ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી, ૨૨૮ બોટલ દારૂ મળી રૂ. ૯૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
Rajkot,તા.21
શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ પર રાજારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉન માંથી , રૂ.૯૫ હજારની કિંમતની ૨૨૮ બોટલ સાથે લીસ્ટેડ બુટનગર ધવલ સોજીત્રાની ક્રાઈમ બ્રાન્ચની ટીમ ધરપક કરી છે.શહેરમાં દારૂ – જુગાર સહિતના ગુનાઓ સદંતર નાબૂદ કરવા શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, કુવાડવા રોડ પર આવેલા રાજારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં , લિસ્ટેડ બુટલેગર ધવલ સોજીત્રાએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડી, રૂ.૯૫ હજારની કિંમતની ૨૨૮ બોટલ સાથે ધવલ મનસુખભાઈ સોજીત્રાને ઝડપી લીધો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધવલ સોજીત્રા અગાઉ એકવાર જેલની હવા ખાઈ ચૂક્યો છે.અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ વખત અને આજીડેમ પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. બુટલેગર ધવલ સોજીત્રા જગ્યા ફેરવી દારૂનો વેપલો કરતો હતો. ધવલ સોજીત્રાએ કેટલા સમયથી ગોડાઉનમાં ધંધો કરતો હતો, તેમજ કોના નામે ગોડાઉન ભાડે રાખ્યું હતું વગેરે બાબતની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી ક્રાઈમ બ્રાન્ચ પી આઈ એમ આર ગોંડલીયા , એમ એલ ડામોર, સી એચ જાદવ, પીએસઆઇ વી ડી. ડોડીયા, એ.એસ.આઇ અશોકભાઈ કલાલ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા,દીપકભાઈ ચૌહાણ અને વિશાલભાઈ દવે સહિતના સ્ટાફે કરી હતી.