1629 બોટલ શરાબની અને 24 બિયરના ટીન કબ્જે કર્યા, બુટલેગર અને મકાન માલિક સહિત ત્રણની શોધખોળ
Palitana,તા.06
પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે મકાનમાં કટીંગ માટે છુપાવેલો
રૂપિયા 2. 96 લાખની કિંમતનો બીયર અને વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી મકાન માલિક સહિત ત્રણ શકશો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસપી હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે પાલીતાણા રૂરલ પોલીસ મથકના પીઆઇ આરડી રબારી સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઠાડચ ગામે રહેતા હરેશ હિંમત મકવાણા નામના શકશે મફતનગર પ્લોટ વિસ્તારમાં રહેતો મહેશ રામજી મકવાણા અને અરવિંદ અજય મકવાણાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ માટે છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ બીઆર રાણા એ.એસ.આઇ.આર.બી કોતર અને કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી રૂપિયા 2.96 લાખની કિંમતનો 1629 બોટલ વિદેશી દારૂ અને 24 બિયરના ટીન મળી આવતા કબજે કર્યા હતા. ધરોડાની ગંધ આવી જતા નાસી છૂટેલા હરેશ હિંમત મકવાણા અને મકાન માલિક મહેશ રામજી મકવાણા તેમજ અરવિંદ મકવાણાની શોધખોળ હાથ ધરી છે