મૃતકના પિતરાઈ ભાઈ ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો ચાલકની શોધખોળ હાથ ધરી
Rajkot,તા.11
શહેરના ઢેબર રોડ ઉપર અટીકા ફાટક પાસે રવિવારે કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી બુલેટને ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી યુવકનુ મૃત્યુ નીપજયું હતું. દરમિયાન તપાસ કરતા અકસ્માત સર્જનાર શખ્સ લોહાનગરનો દારૂનો ધંધાર્થી હોવાનું તપાસમા ખુલતા લોધીકાના પાળ ગામે રહેતા મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી અકસ્માત સર્જી નાશી છુટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.લોધીકાના પાળ ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોકસિંહ ભરતસિંહ જાડેજાએ શ્રમજીવી સોસાયટીમાં રહેતા પિતરાઈ ભાઈ સિદ્ધરાજસિહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.૩૦) નામના યુવાનના બુલેટ સાથે કાર અથડાવી મૃત્યુ નીપજાવવા અંગે લોહાનગરમાં રહેતા જી જે ૦૩ એમ એચ ૮૨૮૧ નંબરની કારના ચાલક ધર્મેશ ઉર્ફે ધમો વાંદરી જાદવ સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે મનેપોલીસનો ફોન આવેલ જેમાં બુલેટ મારા નામે હોય અને મારા પિતરાઈ ભાઈ ચલાવતા હોય જેનું એકસીડેન્ટ થયાનું જણાવતા અમે સિવિલ હોસ્પીટલે પહોંચતા સારવાર દરમ્યાન ભાઈનું મૃત્યુ થયાનું તબીબોએ જાહેર કર્યું હતું અમે અટીકા ફાટક પાસે તપાસ કરવા જતા ધર્મેશે બુલેટને ઠોકરે લેતા સિદ્ધરાજસિહ ફંગોળાઈ ગયા હોવાનું અને ગંભીર ઈજાથી મોત થયાનું જાણવા મળતા પીઆઈ એમ એમ સરવૈયા, રાઈટર નીલેશભાઈ સહિતે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે