’10 વર્ષમાં 110 ગાળો આપી…’ Kharge-Nadda વચ્ચે ‘લેટર વોર’, ભાજપ અધ્યક્ષનું રાહુલ સામે નિશાન

Share:

New Delhi,તા.19

થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં ખરગેએ આ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી, તો બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પત્ર લખ્યો. જેપી નડ્ડાએ પત્ર લખીને કોંગ્રેસના નેતાઓ પર જોરદાર નિશાન સાધ્યું છે. એવામાં બંને વચ્ચે લેટર વોર શરુ થઈ ગયું હતું.

જેપી નડ્ડાએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું

પત્રમાં જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘આદરણીય ખડગેજી, રાજકીય મજબૂરીને કારણે જનતાએ વારંવાર નકારી તમારા ‘ફેલ્ડ પ્રોડક્ટ’ને ફરી એકવાર પોલિશ કરીને લોન્ચ કરવાના પ્રયાસમાં તમે જે પત્ર દેશના વડાપ્રધાનને લખેલો છે, એ પત્રને વાંચીને મને આગ્યું કે તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો વાસ્તવિકતા અને સત્યથી ઘણી દૂર છે.’

બીજેપી અધ્યક્ષે આગળ લખ્યું, “તે રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધી હતા,જેમણે મોદીજી માટે ‘મોતના સોદાગર’ જેવા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.’

તેમણે વધુમાં લખ્યું હતું કે, “કોંગ્રેસ અને કંપનીના નેતાઓએ 10 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 110 થી વધુ વખત ગાળો આપી છે અને કમનસીબી એ છે કે કોંગ્રેસના ટોચના નેતાઓ પણ આમાં સામેલ છે. એક તરફ તમે રાજકીય સચ્ચાઈની વાતો કરી રહ્યા છો અને બીજી તરફ તમારા નેતાઓની રાજકીય ઈતિહાસ તો એકદમ અલગ જ છે. આવું બેવડું વલણ શા માટે?’

રાહુલ ગાંધી વિશે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

થોડા દિવસો પહેલા બિહારના ભાગલપુરમાં વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટનમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ભારતીય નથી. તેમનો મોટાભાગનો સમય ભારતની બહાર વિતાવ્યો છે. તેના મિત્રો અને સંબંધીઓ બધા વિદેશી છે. આટલા મોટા વિપક્ષી નેતા હોવા છતાં તેઓ ગરીબોની પીડા સમજી શક્યા નથી. તેઓ રિક્ષાચાલકો,મોચી જેવા નાના લોકોની પીડા સમજી શકતા નથી. તેઓ માત્ર આવા લોકોની પાસે જઈને માત્ર જ ફોટોગ્રાફી કરે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે જો એજન્સીએ પહેલા કોઈની સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *