Lucknow,તા.16
IPL 2025ની 31મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડસ સામે લો-સ્કોરિંગ મેચમાં પંજાબ કિંગ્સે 16 2ને રોમાંચક જીત મેળવી હતી. હોમ ટીમ પંજાબે 15.3 ઓવરમાં 111 રનના સ્કોર પર પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પોતાના બોલર્સના શાનદાર પ્રદર્શનના આધારે કલકત્તાને 15.1 ઓવરમાં 95 રનના સ્કોર પર ધરાશાયી કરીને પંજાબે યાદગાર વિજય મેળવ્યો હતો.
આ પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 245 રનનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા પંજાબના બોલર્સે 111 રનના ટોટલને ડિકેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે ટુર્નામેન્ટના ઇતિહાસનો લોએસ્ટ 111 રનનો સ્કોર ડિહેન્ડ કર્યો છે. 2024માં તેમણે કલકત્તા સામે 262 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકોર્ડ કર્યો હતો.
પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરની ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાની રણનીતિ નિષ્ફળ ગઈ હતી, કારણ કે ઓપનર પ્રિયાંશ આર્ય (12 બોલમાં 22 રન) અને પ્રભસિમરન સિંહ (15 બોલમાં 30 રન) સિવાય તેના બધા બેટ્સમેનોએ ગઈ કાલે ઘરઆંગણે સંઘર્ષ કર્યો હતો.
આ જોડી સિવાય ફક્ત નેહલ વાઢેરા (નવ બોલમાં 10 રન), શશાંક સિંહ (17 બોલમાં 18 રન) અને ઝેવિયર બાર્ટલેટ (15 બોલમાં 11 રન) જ ડબલ ડિજિટમાં રન બનાવી શક્યા હતા.
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલો શ્રેયસ ઐયર (બે બોલમાં ઝીરો રન) પણ પોતાની જૂની ટીમ કલકત્તા સામે લોપ રહ્યો હતો. 10.1 ઓવરમાં 80 રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવનાર પંજાબની ટીમના કેટલાક બેટ્સમેનોએ બેદરકારીભર્યા અને ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી.
કલકત્તા તરફથી હર્ષિત રાણા (પચીસ રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો, જ્યારે સ્પિનર્સ વરુલ ચક્રવર્તી (21 રનમાં બે વિકેટ) અને સુનીલ નારાયણ (14 રનમાં બે વિકેટ)એ બે-બે વિકેટ લીધી હતી. કલકત્તાની શાનદાર બોલિંગના કારણે પંજાબે 8.4થી 15.3 ઓવર વચ્ચે 37 રનની અંદર છેલ્લી છ વિકેટ ગુમાવી હતી.
112 રનના ટાર્ગેટ સામે કલકત્તાએ 1.2 ઓવરમાં 7 રનના સ્કોર પર પોતાના બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. અહીંથી કેપ્ટન અજિંક્ય રહાણે (17ભોલમાં 17 રન) અને અંગદિશ રઘુવંશી (28 બોલમાં 37 રન)એ ત્રીજી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી કરીને બાજી સંભાળી હતી, પરંતુ 18 કરોડ રૂપિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે (28 રનમાં 4 વિકેટ) મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, રિન્દુ સિંહ (નવ બોલમાં બે રન) અને રમનદીપ સિંહ (એક બોલમાં ઝીરો રન)ની વિકેટ લઈને ખલબલી મચાવી દીધી હતી. 7.4થી 12.5 ઓવર વચ્ચે કલકત્તાએ 17રનની અંદર 7 વિકેટ ગુમાવી સરળ ટાર્ગેટ ચેઝ કરવાનો આત્મવિશ્ર્વાસ પણ ગુમાવી દીધો હતો.
ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે (11 બોલમાં 17 રન) નવમી વિકેટ માટે વૈભવ અરોરા (7 બોલમાં ઝીરો રન) સાથે 16 રનની ભાગીદારી કરીને જીતની આશા જાળવી રાખી હતી, પણ ફાસ્ટ બોલર્સ માર્કો ધારોન (17 રનમાં 4 વિકેટ) અને અગ્રદીપ સિંહ (11 રનમાં એક વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે કલકત્તાએ 95 રનના સ્કોર પર પોતાની છેલ્લી બન્ને વિકેટ ગુમાવી હતી. કલકત્તાએ પોતાની છેલ્લી આઠેય વિકેટ 33 રનની અંદર ગુમાવી હતી.
111 રનનો સ્કોર ડિફેન્ડ કરીને પંજાબે 16 વર્ષ જૂનો લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કરવાનો IPL રેકોર્ડ તોડયો હતો. આ પહેલાં 2009માં ચેન્નઈ સુપર કિંગ્સે સાઉથ આફ્રિકાના ડરબનમાં પંજાબની ટીમ સામે 116 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. એ સમયે પંજાબની ટીમ 117 રનના ટાર્ગેટ સામે 20 ઓવરમાં આઠ વિકેટે 92 રન જ કરી શકી હતી.
IPL માં એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ
► સુનીલ નારાયણ પંજાબ સામે 36 વિકેટ
► ઉમેશ યાદવ પંજાબ સામે 35 વિકેટ
► મોહિત શર્મા મુંબઈ સામે 33 વિકેટ
► ડ્વેઈન બ્રાવો મુંબઈ સામે 33 વિકેટ
► યુઝવેન્દ્ર ચહલ કલકત્તા સામે 33 વિકેટ