Dubai,તા.10
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ હતી. ભારતની સામે ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ હતી, પરંતુ તેમ છતાં ભારતે શાનદાર રમત રમી અને ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઇટલ જીત્યું હતું. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ રન બનાવ્યો અને ભારતીની જીતની ક્ષણ આવતા જ ભારતીય બેટર વિરાટ કોહલી અનુષ્કા સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
મેચની શરૂઆતમાં તે તાળીઓ પાડીને ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી હતી. તેમના ચહેરા પર જોશ અને ઉત્સાહ દેખાતા હતા. બ્લુ શર્ટ અને શોર્ટ્સમાં તેનો લુક પણ એકદમ શાનદાર હતો. જ્યારે વિરાટ મેદાન પર આવ્યો ત્યારે અનુષ્કાને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. અનુષ્કાએ વિચાર્યું કે તેનો પતિ લાંબી ઈનિંગ્સ રમશે, પરંતુ તેનાથી વિપરીત થયું. વિરાટ કોહલી જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે તે 3 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. અમ્પાયરે તેને આઉટ જાહેર કરતા જ અનુષ્કા ઉદાસ થઈ ગઈ હતી. આ છતાં, જ્યારે ભારતની જીતની ક્ષણ આવી ત્યારે અનુષ્કા શર્મા ઉત્સાહિત જોવા મળી હતી. રવિન્દ્ર જાડેજાએ ગેમ પૂરી કરતાની સાથે જ વિરાટ કોહલી અનુષ્કા તરફ દોડ્યો અને તેને ગળે લગાવી લીધી. અનુષ્કાએ મોટી સ્મિત સાથે વિરાટ કોહલીનું સ્વાગત કર્યું હતું. આ ક્ષણ ખૂબ જ ક્યૂટ હતી અને હવે તેની વીડિયો ઝલક વાયરલ થવા લાગી છે.