Mumbai,તા.૧૨
આરસીબી ટીમ પાસે હંમેશા સ્ટાર ખેલાડીઓની ફોજ રહી છે. આમાં વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સનું નામ શામેલ છે, પરંતુ ટીમ એક પણ વખત ખિતાબ જીતી શકી નથી. વિરાટ કોહલી આઇપીએલમાં આરસીબી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે આરસીબી ટીમ માટે ૨૫૫ આઇપીએલ મેચોમાં કુલ ૮૧૦૧ રન બનાવ્યા છે, જેમાં તેણે ૮ સદી અને ૫૬ અડધી સદી ફટકારી છે. તે એકમાત્ર બેટ્સમેન છે જેણે આઇપીએલમાં આઠ હજારથી વધુ રન બનાવ્યા છે.
આરસીબી માટે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે એબી ડી વિલિયર્સ બીજા સ્થાને છે. તેણે આરસીબી માટે ૧૫૬ આઇપીએલ મેચોમાં કુલ ૪૪૯૧ રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ૩૭ અડધી સદીનો સમાવેશ થાય છે. ડી વિલિયર્સ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.
આરસીબી માટે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. તેણે આરસીબી માટે ૮૫ આઇપીએલ મેચોમાં કુલ ૩૧૬૩ રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને ૧૯ અડધી સદીનો સમાવેશ થાય છે. ગેઇલનો સર્વોચ્ચ સ્કોર ૧૭૫ રન છે, જે આઈપીએલમાં પણ સર્વોચ્ચ સ્કોર છે.
ફાફ ડુ પ્લેસિસ આઈપીએલમાં આરસીબી માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં ૪૫ આઇપીએલ મેચોમાં કુલ ૧૬૩૬ રન બનાવ્યા છે, જેમાં ૧૫ અડધી સદીનો સમાવેશ થાય છે. ડુ પ્લેસિસ આ આઇપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે.
ગ્લેન મેક્સવેલ આઈપીએલમાં આરસીબી ટીમ માટે પાંચમા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે આરસીબી માટે ૫૨ આઇપીએલ મેચોમાં કુલ ૧૨૬૬ રન બનાવ્યા છે, જેમાં ૧૨ અડધી સદીનો સમાવેશ થાય છે.