Kejriwal ની મુશ્કેલી વધી શકે છે, વધુ એક કેગ રિપોર્ટની તપાસ કરશે પીએસી

Share:

નવી દિલ્હી,તા.4
દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ફરી મુશ્કેલી વધી શકે છે. વધુ એક સ્વાસ્થ્ય સંબંધી કેગના રિપોર્ટની પીએસી તપાસ કરશે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ રિપોર્ટ તપાસ માટે પીએમસીને મોકલ્યો છે.

વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું છે કે, તપાસ એટલા માટે જરૂરી છે કે કોરોના મહામારીના સમયથી લઈને અન્ય ગંભીર મામલામાં કાર્યવાહી કરીને જવાબદારને દંડિત કરી શકાય.

આ પહેલા રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ભાજપ ધારાસભ્યોએ કોરોના મહામારી દરમિયાન ઓકસીજન વગેરેની અછતથી લોકોના મોત પર તત્કાલીન મુખ્યમંત્રી કેજરીવાલને જવાબદાર ઠેરવતા તેમના પર હત્યાનો કેસ ચલાવવાની માંગ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *