Kedarnath માં વરસાદી આફત: લીનચોલીમાં ફસાયેલા 150 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું

Share:

Kedarnath,તા.03

દેશમાં મુશળધાર વરસાદે અનેક રાજ્યોમાં તારાજી સર્જી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને કેદારનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાયા છે, તેઓનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી આવી રહ્યું છે. આજે (ત્રીજી ઓગસ્ટ) લીનચોલીમાંથી 150 જેટલા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર મારફત શેરસી પહોંચાડ્યાં હતા. જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે SDRFની ટીમ સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

પત્થરો નીચે દટાયેલો મૃતદેહ મળ્યો

અહેવાલો અનુસાર, લીનચોલીના થરુ કેમ્પમાં રેસ્ક્યુ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. આ દરમિયાન થારુ કેમ્પ નજીકથી મોટા પથ્થરો નીચે દટાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જેમની પાસેથી બે મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ સહરપુરના રહેવાસી શુભમ કશ્યપ તરીકે થઈ છે. છોટી ઉત્તરાખંડ પોલીસ જણાવ્યાનુસાર, કેદારનાથમાં બુધવારે (31મી જુલાઈ) રાત્રે ભારે વરસાદને કારણે ઘણાં રસ્તાઓને નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ સ્થળોએ ફસાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે સતત કામ કરી રહ્યા છે. તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે મુસાફરોને એરફોર્સના ચિનૂક અને MI 17 એરક્રાફ્ટ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

મોબાઇલ નેટવર્ક ઠપ

કેદારનાથમાં મોબાઈલ નેટવર્ક ઠપ છે, જેના કારણે લગભગ 150 શ્રદ્ધાળુઓને તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ સ્થળોએ રોકાયેલા શ્રદ્ધાળુઓને માટે તંત્ર દ્વારા ભોજન, પાણી અને રહેવાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 18 કિલોમીટર લાંબો રસ્તો લગભગ 13 જગ્યાએ તૂટી ગયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *