IIFA માં Kareena Kapoor દાદા રાજકપૂરના આઈકોનિક ગીતો પર દમદાર પર્ફોર્મન્સ આપ્યું

Share:

Mumbai,તા.10

અભિનેત્રી કરીના કપૂરે જયપુરમાં 2025ના IIFA  એવોર્ડ્સમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ તેના દાદા, મહાન અભિનેતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા તેમની ફિલ્મના ગીતો પર પરફોર્મ કર્યું હતું.

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2025 (IIFA ) જયપુરમાં યોજાયો હતો. જેમાં રવિવારે કરીનાએ રાજ કપૂરના આઇકોનિક ટ્રેક જેમ કે ’મેરા જૂતા હૈ જાપાની’, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ અને અન્ય ગીત પર દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

IIFA ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કરીના કપૂર તેના દાદા રાજ કપૂરના કોસ્ચ્યુમમાં જોવા મળી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ’અમે રાજ કપૂરને તેમની સિલ્વર જ્યુબિલી ઉજવણી માટે આ સુંદર શ્રદ્ધાંજલિ આપીએ છીએ.’

આ પહેલા કરીનાએ IIFA 2025માં તેના પ્રેઝન્ટેશન અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, ’હું જયપુરમાં ભારતીય સિનેમાની વૈશ્વિક જીતની ઉજવણી કરીને ઘણા વર્ષો પછી IIFA સ્ટેજ પર પાછા આવવા માટે ઉત્સાહિત છું અને તેમની સિલ્વર જ્યુબિલી એડિશન કરતાં વધુ સારો સમય કયો હશે.

એક રીતે, આઈફાની સફર અને મારી સફર લગભગ સમાંતર ચાલી રહી છે – અમે સિનેમામાં સાથે મળીને 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આ પરફોર્મન્સ મારા દિલની ખૂબ નજીક છે કારણ કે તે મારા દાદા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપે છે, જેમની 100મી જન્મજયંતિ તાજેતરમાં સમગ્ર દેશમાં ખૂબ જ પ્રેમથી ઉજવવામાં આવી હતી. આ વારસા, કુટુંબ અને સિનેમાની આ ઉજવણીનો એક ભાગ બનવું એ મારા માટે એક અદ્ભૂત ક્ષણ છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *