Kangana Ranaut and R Madhavan દસ વર્ષે ફરી એકસાથે જોવા મળશે

Share:

‘તનુ વેડ્‌ઝ મનુ’ ફિલ્મના બંને ભાગ પછી તેઓ પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે

Mumbai, તા.૩૧

કંગના રણૌતે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઇમરજન્સી’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, તેના પછી તરત જ કંગનાએ હવે આગામી ફિલ્મ માટે કામ શરૂ કરી દિધું છે. આ ફિલ્મમાં કંગના અને આર માધવન ફરી એક વખત સાથે જોવા મળશે. ‘તનુ વેડ્‌ઝ મનુ’ ફિલ્મના બંને ભાગ પછી તેઓ પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. સોમવારે કંગનાએ પોતાની ઇસ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની બિહાઇન્ડ ધ સીન તસવીરો શેર કરીને આ ફિલ્મ અંગે માહિતી આપી હતી. જોકે, હજુ આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.  આ તસવીરમાં ફિલ્મના શૂટિંગ અંગે માહિતી આપતું ક્લેપબોર્ડ દેખાય છે. આ ફિલ્મમાં કંગના રણૌત અને આર.માધવન પણ છે. આ અંગે તસવીર શેર કરીને કંગનાએ લખ્યું હતું, “ફિલ્મ સેટ પર હોવાથી વધારે મજાની વાત બીજી કોઈ હોઈ શકે નહીં.” કંગનાની ‘ઇમરજન્સી’ તેણે ડિરેક્ટ કરેલી બીજી ફિલ્મ છે, આ પહેલાં તેણે ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી’ ડિરેક્ટ કરી હતી. ઇમરજન્સીને ૨૬ જાન્યઆરીએ રિલીઝના ૧૦ દિવસ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.સેકનિકના આંકડા અનુસાર દસમા દિવસે આ ફિલ્મે ૧.૧૫ કરોડની કમાણી કરી હતી. આ સાથે આ ફિલ્મની કુલ આવક માત્ર ૧૬.૭૦ કરોડ જ થઈ શકી છે, જ્યારે આ ફિલ્મનું કુલ બજેટ ૬૦ કરોડ હતું. આ બાયોપિકમાં કંગનાએ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે.જ્યારે તાજેતરમાં આર.માધવને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘તનુ વેડ્‌ઝ મનુ’ના ત્રીજા ભાગમાંથી તેને કાઢી નખાયો છે અને ફિલ્મ માટે તેનો સંપર્ક કરાયો નથી. ત્યારે હવે કંગના અને માધવન ફરી કઈ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે, તે બાબતે તેમના ફૅન્સમાં ઉત્સાહ અને આતુરતા બંને વધી ગયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *