Kangana Ranaut ની ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક ધમાકેદાર ટ્રેલર રિલીઝ

Share:

Mumbai,તા.06

 જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીનું નામ સામેલ થશે. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે કંગનાની ફિલ્મનું બીજું લેટેસ્ટ ટ્રેલર મેકર્સે રિલીઝ કરી દીધું છે. દેશના પૂર્વ વડાપ્રધાનના કાર્યકાળમાં લાગેલી ઈમરજન્સીના પીરિયડને આ ફિલ્મમાં દર્શાવાયો છે. 

ઈમરજન્સીનું વધુ એક ધમાકેદાર ટ્રેલર રિલીઝ

આજે ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 1 મિનિટ 50 સેકેન્ડના આ બીજા ટ્રેલરને જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે, ફિલ્મમાં ઈમરજન્સીની ઈનસાઈડ સ્ટોરી બતાવાઈ છે. 

આ સાથે જ તે ભારતીય રાજકારણ માટે મહત્વપૂર્ણ હતું કે નહીં તે પણ આ ફિલ્મમાં જોવા મળશે. એકંદરે કંગનાની ફિલ્મનું આ ટ્રેલર ખૂબ જ શાનદાર અને શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે અને તેણે દર્શકોની એક્સાઈટમેન્ટ વધારી દીધી છે. આ સાથે જ તેઓ હવે ઈમરજન્સીની રિલીઝ માટે બેતાબ દેખાઈ રહ્યા છે. આ ટ્રેલરમાં કંગના રણૌત ઉપરાંત શ્રેયસ તલપડે, અનુપમ ખેર અને મિલિંદ સોમાનની ઝલક જોવા મળી રહી છે. 

બીજી તરફ, મહિમા ચૌધરી પણ આ ફિલ્મ સાથે મોટા પડદા પર વાપસી કરતી નજર આવશે. સોશિયલ મીડિયા પર રિલીઝ થતાંની સાથે જ ઈમરજન્સીનું ટ્રેલર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો પણ તેના પર લાઈક કોમેન્ટ કરી રહ્યા છે. 

ક્યારે રિલીઝ થશે ફિલ્મ ઈમરજન્સી

ફિલ્મ ઈમરજન્સીની રિલીઝને લઈને ભૂતકાળમાં ઘણો વિવાદ થયો છે. પહેલા આ ફિલ્મ 14 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવાની હતી, બાદમાં તેને 6 સપ્ટેમ્બરની તારીખ મળી, પરંતુ સેન્સર બોર્ડે તેને લીલી ઝંડી ન આપી અને મામલો કોર્ટમાં ગયો હતો. હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, પંજાબના શીખ સમુદાય દ્વારા ઈમરજન્સીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે કંગનાની ફિલ્મ કાનૂની દાવપેચમાં ફસાઈ ગઈ હતી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *