Junagadh,તા.06
કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ હેઠળની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા બેકરી શાળામાં રસ ધરાવતી બહેનો માટે એક અઠવાડીયાનો બેકરી તાલીમ વર્ગ એપ્રિલ, મે અને જૂન મહિનાઓમાં આયોજન કરવામાં આવશે. આ તાલીમવર્ગ દ્વારા બહેનોને ઘરગથ્થું તેમજ વ્યાવસાયિક સ્તરે ઉપયોગી એવી શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવશે.
આ તાલીમ વર્ગની મુદત ૫ દિવસની રહેશે. જેનો સમય બપોરના ૦૨:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે. બહેનોને તાલીમ બેકરીશાળા, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આપવામાં આવશે. જે માટે ઇચ્છુક બહેનો ધોરણ ૭ પાસ અને ઉંમર ૧૫ વર્ષથી ઉપરની લાયકાત ધરાવતી હોવી જોઈએ. પ્રવેશ પ્રકિયા માટે ફી રૂ.૫૦૦/- જેટલી રાખવામાં આવી છે. જેમાં વાનગીઓ બનાવવા માટે કાચી સામગ્રી બેકરીશાળા દ્વારા આપવામાં આવશે.
આ તાલીમ વર્ગમાં પ્રવેશ માટે આગામી તારીખ ૧૭ માર્ચથી બેકરીશાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે અરજી ફોર્મ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા માટે સમયસર પ્રવેશ પ્રકિયા મેળવનારને પ્રાધાન્ય આપવામાં આવશે. આ તાલીમવર્ગ ગૃહિણીઓ, ઉદ્યોગની શરૂઆત કરવા ઇચ્છુક બહેનો તેમજ રસોઈપ્રેમી માટે અત્યંત લાભદાયી સાબિત થશે.આ અંગે વધુ માહિતી મેળવવા માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, બેકરીશાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.