Junagadh,તા.૧૯
Junagadhના Mangrol Marine Police Stationનો લાંચિયો Police Constable એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ફસાયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના કાકાની ટ્રકો Porbandarથી બોક્સાઈડ ભરીને Amreli ખાલી કરવા જતી હતી. જે બોક્સાઈડ ટ્રકો રોયલ્ટી પાસ અને અંડરલોડ હોવા છતા માંગરોળ- મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ constable ચંદ્રસિંહ કે. સીસોદીયા ટ્રકો રોકતો હતો. આથી ફરિયાદી સીસોદીયાને રૂબરૂ મળતા police constable ટ્રકો ચેક પોસ્ટથી પસાર થવા દેવા માટે એક ટ્રક દીઠ રૂ.૫૦૦ લેખે ચાર ટ્રકના ચાર મહિનાના રૂ.૮,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે જાળ બિછાવીને રૂ.૬,૫૦૦ ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેહલ ચંદ્રસિંહ સાસોદીયાને રંગેહાથ ઝડપી લીધો હતો. પોરબંદર એસીબીના પીઆી ભી.કે.ગમાર અને ટેમની ટીમે આ કામગીરી બજાવી હતી.