Rohit Shetty ના કોપ યુનિવર્સમાં હવે જોન અબ્રાહમની એન્ટ્રી

Share:

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મોમાં અત્યાર સુધી કાલ્પનિક અને સુપર હિરો પ્રકારના પોલીસ ઓફિસરની વાતો જ કહેવાઈ છે

Mumbai, તા.૨૬

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મોમાં અત્યાર સુધી કાલ્પનિક અને સુપર હિરો પ્રકારના પોલીસ ઓફિસરની વાતો જ કહેવાઈ છે. પછી તે ‘સિંઘમ’ હોય, ‘સિંબા’ કે પછી ‘સૂર્યવંશી’, આ બધાં જ પોલિસ ઓફિસર વાસ્તવિકતાથી થોડાં દૂર લાગતાં હતા. પરંતુ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં હવે એક રીયલ લાઇફ હિરોની એન્ટ્રી થશે. કેટલાંક અહેવાલો અનુસાર રોહિત શેટ્ટી દેશના ઘણા મહત્વના કેસમાં સંકળાયેલાં સુપરકોપ રાકેશ મારીયાના જીવન પર ફિલ્મ બનાવશે, જેમાં જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. રાકેશ મારીયાનું જીવન પણ કોઈ ફિલ્મી વાર્તાઓની ચડાવ-ઉતાર જેવું જ રહ્યું છે. તેમના જીવનમા વિવાદો પણ એટલાં જ જોડાયેલા રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, “રાકેશ મારીયાનું જીવન જે પ્રકારના ચડાવ-ઇતારથી રસપ્રદ રહ્યું છે, તેમા લીડ રોલમાં જોન અબ્રાહમ અને ડિરેક્ટર તરીકે રોહિત શેટ્ટી હોય તો એ એક જોવા જેવો સિનેમાનો યાદગાર અનુભવ જ બની રહેશે. આ ફિલ્મમાં રોહિત શેટ્ટીની સ્ટાઇલમાં જોરદાર પકડવાળી વાર્તા અને લાર્જર ધેન લાઇફ વાર્તા જોવા મળશે તેની ખાતરી છે. જોન અને રોહિત ઘણા લાંબા સમયથી એકસાથે કામ કરવા માગતા હતા, તેથી આ સ્ટોરી માટે બંને ઘણા ઉત્સાહીત છે.”રાકેશ મારીયાએ ૨૦૨૦માં એક સંસ્મરણકથા લખી હતી, ‘લેટ મી સે ઈટ નાઉ’. હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ ફિલ્મ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે. આવતા મહિનામાં આ ફિલ્મનું કામ શરૂ થાય તેવી શક્યતા છે. રોહિત શેટ્ટી સતત ૪૫ દિવસના શૂટમાં આ જ ફિલ્મ પુરી કરવા માગે છે. તેને જૂન સુધીમાં ફિલ્મનું શૂટિંગ પુરું કરવું છે. ત્યાર બાદ રોહિત શેટ્ટી ખતરોં કે ખિલાડીની નવી સીઝનમાં વ્યસ્ત થઈ જશે. ત્યાર બાદ વર્ષના અંતે ગોલમાલ ૫નું કામ શરૂ કરશે. આ બાયોપિક સાથે રોહિત શેટ્ટી પહેલી વખત વાસ્તવિક વાર્તા આધારીત ફિલ્મ બનાવે છે, તેથી તે રાકેશ મારિયા સાથે સતત સંપર્ક અને પરામર્શમાં રહીને આગળ વધે છે. જેથી તે વધુ આધારભૂત રીતે તેમની બહાદુર સફર વતાવી શકે. જ્યારે જોન વધુ એક વખત વાસ્તવિક સ્ટોરી પર કામ કરી રહ્યો છે. આ પહેલા તે ૨૦૧૯માં આવેલી નિખિલ અડવાણીની‘બાટલા હાઉસ’માં સંજીવ કુમાર યાદવનો રોલ કરી ચૂક્યો છે. જે ૨૦૦૮ના બાટલાહાઉસ એન્કાઉન્ટર પર આધારીત ફિલ્મ હતી. આ પછી તેની ‘ધ ડિપ્લોમેટ’ આવશે, તેમાં પણ તે ઇસ્લામાબાદમાં ભારતના પૂર્વ ડેપ્યુટી હાઈ કમિશ્નર જે પી સિંઘથી પ્રેરિત રોલ કરી રહ્યો છે. જોન હવે જે રાકેશ મારિયાનો રોલ કરી રહ્યો છે, તેમને ૧૯૯૪માં પોલિસ મેડલ અને ૨૦૦૭માં રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. ભારતીય પોલિસ ખાતામાં ૩૬ વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે અનેક ચંદ્રકો જીતવા સાથે ૨૦૦૮માં ઇન્ડિયન મુઝાહિદ્દીનની પ્રવૃત્તિઓ ખુલ્લી પાડવી, ૨૬-૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા, શીના બોરા મર્ડર કેસ જેવા મહત્વના કેસ માટે કામ કર્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *