દારૂ પીવાના બારમાંથી માલિક સહિત ત્રણ ની અટકાયત એક ફરાર
Jetpurતા.29
જેતપુરના અમરનગર રોડ ઉપર શુકન પ્લાઝામાં ઓફિસમાં દારૂની મેહફીલ અને બાર જેવી સવલત સાથે દારૂ પીવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાકીના આધારે પોલીસે રેડ કરી ઓફિસ માલિક સહિત ત્રણ ને દારૂ પિતા ઝડપી લીધા હતા જ્યારે રેડ દરમિયાન એક નબીરો નાશિ છું ટવામાં સફળ થયો હતો.આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરનઆવેલ સુકન પ્લાઝામાં ઓફિસ ધરાવતા રોહિત રતિલાલ શેખડા ની ઓફિસમાં સીટી પોલીસે રેડ પાડી રોહિત શેખડા, વિક્રમ રામ લુણી, અશોક બાઘા ખાંભલા ને દારૂ પીતા અડધી બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા રેડ દરમિયાન દારૂ પહોંચાડનાર નીતિન રઘુ લુણી હાથમાં ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે આગે લખુભા ગંભીરસિંહ રાઠોડ એ ફરિયાદ નોંધાવી આ અંગેની તપાસ એએસઆઈ બીકે ચાવડાએ તપાસ હાથ ધરી છે