Mumbai,તા.૨૪
આઇપીએલ ૨૦૨૫ માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જસપ્રીત બુમરાહે તેના ટી ૨૦ કારકિર્દીમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ૨૩ એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમી રહી છે, જેમાં મુંબઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં બુમરાહે એક વિકેટ પોતાના ખાતામાં ઉમેરતા, તે ટી ૨૦ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો.
જસપ્રીત બુમરાહ ટી ૨૦ ક્રિકેટમાં પોતાની ૩૦૦ વિકેટ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે, અને આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો છે. હૈદરાબાદ સામેની મેચમાં બુમરાહે પોતાની ચોથી ઓવરમાં હેનરિક ક્લાસેનની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. બુમરાહની ટી૨૦ કારકિર્દીમાં આ ૨૩૮મી મેચ હતી અને જો આપણે વિશ્વ ક્રિકેટ પર નજર કરીએ તો બુમરાહ ટી૨૦ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ પૂર્ણ કરનાર પાંચમો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે.
ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઓછી મેચોમાં ૩૦૦ વિકેટ પૂર્ણ કરનારા ખેલાડીઓ
વાનિન્દુ હસરંગા – ૨૦૮ મેચ.એન્ડ્રૂ ટાય – ૨૧૧ મેચ,રાશિદ ખાન – ૨૧૩ મેચ,લસિથ મલિંગા – ૨૨૨ મેચ,જસપ્રીત બુમરાહ – ૨૩૮ મેચ,મુસ્તફિઝુર રહેમાન – ૨૪૩ મેચ,ઇમરાન તાહિર – ૨૪૭ મેચ
મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે જસપ્રીત બુમરાહ હવે લસિથ મલિંગા સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. મલિંગા અને બુમરાહ બંનેએ હવે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે ૧૭૦-૧૭૦ વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં, બુમરાહ આગામી મેચમાં વધુ એક વિકેટ લઈને આ યાદીમાં ટોચના સ્થાને પહોંચી જશે.
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર
લસિથ મલિંગા – ૧૭૦ વિકેટ (૧૨૨ મેચ).જસપ્રીત બુમરાહ – ૧૭૦ વિકેટ (૧૩૮ મેચ),હરભજન સિંહ – ૧૨૭ વિકેટ (૧૩૬ મેચ),મિશેલ મેકક્લેનાઘન – ૭૧ વિકેટ (૫૬ મેચ),કિરોન પોલાર્ડ – ૬૯ વિકેટ (૧૮૯ મેચ)