Jasdan,તા.26
જસદણના કનેસરા ગામના યુવકને જૂની અદાવત નો ખાર રાખી ત્રણ વાહનમાં આવેલા બાર શખ્સોએ પાઇપ અને ધાર્યા વડે હુમલો કર્યા અંગેની આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે ખવાયેલા યુવકને પ્રથમ આટકોટ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પોલીસે એક ડજન શખ્સો સામે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોની શોધ ખોળા ધરી છે. વધુ વિગત મુજબ જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતા ગૌતમભાઈ રૂડાભાઈ મેવાડાના પિતરાઈ ભાઈ વિરમભાઈ સીદાભાઈ મેવાડા ને કનેસરા ગામના ગોવિંદ નથુ સોરીયા, હરેશ ભીખા સોરીયા, જિલા વિરમ સોરિયા, રવિ જિલા સોરીયા ,ભવાન છન્ના સોરીય ,ગોપાલ ભવન સોરિયા,નવઘણ ભના સોરીયા , ખોડા વેલા સોરિયા ,સવા મુળુ સોરીયા, ભુપત રૂખડ સોરીયા અને સવા પોપટ સોરીયાએ પાઇપ અને હથિયાર વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડ્યા અંગેની આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ગૌતમ મેવાડા અને ગોવિંદ નથુના પરિવાર સાથે અગાઉ મારામારીની સામ સામે ફરિયાદ થયેલ હોય જેનો ખાર રાખી ના કાકાનો પુત્ર વિરમ મેવાડા કાલે જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાના મિત્ર સંજયભાઈ મેવાડા મળવા માટે ગયો હતો બાદ પરત ફરી રહ્યો હતો. વીરનગર ગામથી કનેસરા ગામના રસ્તે લઘુ શંકા કરવા ઉભો રહ્યો હતો. ત્યારે તેના ભાઈ વિક્રમ સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે swift કાર માં ગોવિંદ નથુ, હરેશ ભીખા આવી ધાર્યા અને લોખંડના પાંચ થી હુમલો કરતા પડી ગયેલા હતા બાદ કાળા કલરની બે scorpio મા અન્ય શખ્સો આવી માર મારવા લાગ્યા હતા. ફરિયાદી ગૌતમ અને તેનો પિતરાઈ ભાઈ વિક્રમ ઇકો કારમાં પોચી હીરમને લોહી લુહાણ હાલતમાં પ્રથમ આટકોટ અને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ભાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પ્રોબેશનલ પીએસઆઇ એમપી ગોહિલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.