ખેતીની જમીનમાં દબાણ કર્યા અંગેની બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો
Jasdan,તા.05
જશદણ તાલુકાના વડોદ ગામના રે.સ.ન. ૨૩/પૈકી /૧ અને ૨૩ પૈકી ૨ ની જમીન અન્વયે કરેલ લેન્ડ ગ્રેબીંગ હેઠળ જગદીશભાઈ જેઠાભાઈ દેવીપુજક તથા નાથીબેન જેઠાભાઈ દેવીપુજક વિરૂધ્ધ ફરિયાદ નોંધાયેલી જે કામે પોલીસ ધરપકડની નાથીબેન જેઠાભાઈ દેવીપુજક ની હાઇકોર્ટ આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. વધુ વિગત મુજબ જશદણ તાલુકાના વડોદ ગામના રે.સ.ન. ૨૩/પૈકી /૧ અને ૨૩ પૈકી ૨ ની જમીન અન્વયે કરેલ લેન્ડ ગ્રેબીંગ હેઠળ લીંબાભાઈ દેવજીભાઈ ભદાણીયાએ જશદણ ના જગદીશભાઈ જેઠાભાઈ દેવીપુજક તથા નાથીબેન જેઠાભાઈ દેવીપુજક વિરૂધ્ધ
ફરીયાદના નોંધાવી હતી. અગાઉ હાઈકોર્ટ સમક્ષ ફરીયાદ રદ કરવા કાર્યવાહી થયેલી જે કાર્યવાહી દરમ્યાન સ્ટે ઉઠી જતા જસદણ પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલી ફરીયાદ અન્વયે નાયબ પોલીસ અધીક્ષક ગોડલ વિભાગ ધ્વારા કાર્યવાહી કરવામાં આવતા ખોટી અને પાયાવિહોણી ફરીયાદના કામે નાથીબેનએ ધરપકડ ની નાથીબેન જેઠાભાઈ દેવીપુજકની રાજકોટ સેસન્સ કોર્ટ આગોતરા જામીન રદ કરતા જે હુકમથી નારાજ થઈ નાથીબેન હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી ગુજારતા નાથીબેનને આગોતરા જામીન મંજુર કરી પોલીસ સ્ટેશન સમક્ષ જામીન આપવાની સુવિધા સાથે આગતરા જામીન અરજી મંજુર કરતો મહત્વનો હુકમ ફરમાવેલો છે.સદરહુ કામે નાથીબેન જેઠાભાઈ દેવીપુજક વતી એડવોકેટ મેહુલ પાડલીયા તથા ગોડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, તથા હિરેન ડી. લિંબડ રોકાયા હતા.