Janhvi Kapoor and Sidharth Malhotra ‘પરમ સુંદરી’ માટે કેરાલા રવાના

Share:

અગાઉ ફિલ્મના મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ‘પરમ સુંદરી’નું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી

Mumbai,તા.૨૧

જ્હાન્વી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક મહિના માટે કેરાલા જવા રવાના થયા છે, જ્યાં તેઓ ‘પરમ સુંદરી’નું શૂટ કરશે. ‘દસવી’થી જાણીતા ડિરેક્ટર તુષાર જલોટા દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવશે, આ ઉપરાંત આ જોડી પણ પહેલી વખત જોવા મળવાની હોવાથી દર્શકો પણ ઘણા ઉત્સાહીત છે. તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે જ્હાન્વી સાથે કામ કરવા બાબતે ઘણો ઉત્સુક છે. તેણે કહ્યું હતું કે તેણે દિવાળીથી નવી શરૂઆત કરી છે. તે ફરી એક વખત રોમેન્ટિક ફિલ્મ કરી રહ્યો છે. લાંબા સમય પછી તે હળવી અને યાદગાર ફિલ્મ કરી રહ્યો હોવાની વાત કરી હતી.અગાઉ ફિલ્મના મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ‘પરમ સુંદરી’નું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલાં સુંદરી તરીકે જ્હાન્વીનું પોસ્ટર લોંચ કરાયું હતું, જેમાં પાછળ દરિયાકાંઠો જોઈ શકાતો હતો. તેમાં જ્હાન્વી લાલ કૂર્તા અને ગ્રીન ઇઅરિંગ્ઝ સાથે વાળમાં વેણી નાખેલી દેખાતી હતી. તેની કૅપ્શનમાં લખ્યું હતું, “સાઉથની સુંદરી તરીકે જ્હાન્વી કપૂર પોતાની સુંદરતાથી તમારા દિલ પીગળાવી દેશે”બીજી એક પોસ્ટથી સિદ્ધાર્થની પરમ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તે પણ દરિયા કિનારે દેખાતો હતો. જેમાં તે વ્હાઇટ ટીશર્ટ અને ડેનિમ જેકેટ સાથે સનગ્લાસમાં સ્ટાઇલિશ દેખાતો હતો. તેની કૅપ્શનમાં લખ્યું હતું, “ઉત્તરનો મુંડો પરમ તેનો જાદુ ચલાવીને તમારા દિલમાં ઉતરી જશે.” અન્ય એક પોસ્ટરમાં બંને એકસાથે દેખાતાં હતાં અને તેમાં સિદ્ધાર્થ કૂર્તો અને ધોતી પહેરીને પાણીમાં ઊભો હતો, તેણે જ્હાન્વીને ઉઠાવી હતી, તેણે સફેદ સાઉથ ઇન્ડિયન સાડી પહેરી હતી. આ ફિલ્મ ૨૫ જુલાઈએ થિએટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ પછી સિદ્ધાર્થ રેસ ૪નું કામ શરૂ કરશે, જેમાં તે સૈફ અલી ખાન સાથે કામ કરશે અને જ્હાન્વી સન્ની સંસ્કારી કી તુલસી કુમારી માટે વરુણ ધવન સાથે કામ શરૂ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *