Jamnagarતા ૬
જામનગર શહેર અને નરમાણા ગામમાં બે યુવકોના છૂટાછેડા થઈ જવાથી મનમાં લાગી આવ્યું છે, અને બંને યુવાનોએ ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગરના સતવારા યુવાને તેમજ નરમાણા ગામના દલિત યુવાને આત્મહત્યાનું પગલું ભરી લીધું છે.
જામનગરમાં ગુલાબ નગર નજીક શાક માર્કેટ વાળા ઢાળિયા પાસે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ચેતન રમેશભાઈ કણજારીયા નામના ૩૨ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ધર્મેશ રમેશભાઈ કણજારીયા એ પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે.પી. સોઢા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાનના આજથી દોઢ મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા હતા,જેના કારણે તેને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો બીજો બનાવ જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં બન્યો હતો. જયાં રહેતા સંજય રાજેશભાઈ વાલવા નામના ૩૧ વર્ષના દલિત યુવાને પોતાના ઘેર દોરી વડે પતરાના પાઇપ માં ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવવા અંગે મૃતકના મોટાભાઈ હરેશ રાજેશભાઈ વાલવા એ પોલીસને જાણ કરતાં શેઠ વડાળાના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવવા સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકના એક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા, જેથી પોતે ગુમસુમ રહેતો હતો, અને એકલવાયા જીવનથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.