Jamnagar તા ૧૧
જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા આલાભાઇ દાનાભાઈ વાઘેલા નામના ૪૧ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા ધનાભાઈ અમરાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનના લગ્ન થયા ન હતા, તેમજ તેના માતા વીરૂબેન કે જે ખૂબ જ બીમાર રહેતા હતાં, અને પગે ચાલી શકતા ન હોય તેથી માતાની બીમારી જોઈ નહીં શકતાં આખરે તેણે આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.