Jamnagarના આરટીઆઇ એક્ટીવીસ્ટને પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર દ્વારા પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ

Share:
Jamnagar તા ૧૧
જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી છે.
 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીને પીજીવીસીએલ માં થી ૧૧ કેવી વાલસૂરા ફીડરમાં કેબલ નું કામ અપાયું છે. જે ઓર્ડર ની જોગવાઈ મુજબ કામ થતું ન હોવાથી કલ્પેશ આસાણી દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીનો ખાર રાખીને ધાકધમકી અપાઈ હોવાનું પોલીસને જણાવાયું છે પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર ની શોધ ખોળ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *