Jamnagar કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો

Share:

Jamnagar,તા.17

 જામનગરમાં ટ્રાફિક નિયમોના પાઠ ભણાવતા તંત્રની વિચિત્ર કામગીરી સામે આવી છે. શહેરના પીડબલ્યુડી કચેરી પાસે બોલેરો કાર ચાલકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

12 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:20 વાગ્યે નરશી મેઘાભાઈ સાદીયા નામના કાર ચાલકને જી.જે.10 જી.એ. 0077 નંબરની બોલેરો કારમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા પકડવામાં આવ્યા હતા. જ્યાં એક તરફ કાર ચાલકો માટે હેલ્મેટ પહેરવા અંગે કોઈ કાયદો નથી, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને હેલ્મેટ વગર બોલેરો કાર ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઘટનાની પાવતી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં અનેક હા્સ્યાસ્પદ ચર્ચાઓ જાગી છે. લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે કાર ચાલકો માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? જો કે, આ ઘટના બાદ ટ્રાફિક પોલીસની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *