Jamnagar તા ૪
જામનગર માં રાજપાર્ક નજીક રમણ પાર્ક સોસાયટીમાં રહેતા એડવોકેટ હિમાંશુભાઈ વેલજીભાઈ પાણખાણીયા ના પત્ની સુમિત્રાબેન (ઉ.વ.૫૩) કે જેઓ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારી થી પીડાતા હતા. જેની દવા ચાલુ હોવા છતાં સારું થતું ન હોવાથી પોતાની બીમારી થી તંગ આવી ગયા હતા.
દરમિયાન ગઈકાલે તેઓએ પોતાના ઘેર બાથરૂમ સાફ કરવાનું જંતુનાશક પ્રવાહી પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ એડવોકેટ હિમાંશુભાઈ વેલજીભાઈ પાણખાણીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પીએસઆઇ જે.પી. સોઢા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.