Jamnagar,તા.12
જામનગર માં એક સજ્જન મહીલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે,, એક અજાણી મહિલા નો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘરે થી નીકળી આવેલ હોય અને પોતાના વતન પરત જવા માંગતા હોય જેથી તે મહિલાના મદદ માટે અભયમ ટીમ ની જરૂર હોય .આ માહિતી મળતાં તુરંત જ ફરજ પર ના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચેલ હોય.
૧૮૧ ટીમે આ મહીલા ને પહેલાં સત્વનાં આપી,, ભાવનાત્મક ટેકો પુરો પડતાં,, ગુસ્સા માં ઘર છોડી નિકળી જવું એ સમસ્યા નું સમાધાન નથી,, તેવી સમજણ આપી વિશ્વાસ માં લેતા પીડિતા એ તેની આપવીતી કહેતાં જણાવેલ તેઓ મધ્ય પ્રદેશ નાં વતની હોય અને ૬ માસ થી પતિ અને દીકરા સાથે અંહી રોજગાર અર્થે આવેલ છે પીડિતા નાં બીજા લગ્ન હોયને પહેલા લગ્નથી સત્તર વર્ષ નો દીકરો હોઇ જે પીડિતા સાથે મજૂરી કામ કરી ઘરખર્ચ માં મદદ કરતો હોય પરંતુ,, પતિ દ્વારા પીડિતાને અન્ય પુરુષો સાથે સબંધ હોય તેમ શંકા અને વહેમ રાખતા તેમજ ઘરખર્ચ નાં પૈસા નાં આપતા અવાર – નવાર ઝઘડો કરી માનસિકત્રાસ આપતા અને મારપીટ કરતા હોય જેથી ખૂબ જ્જ કંટાળી ઘર માં કોઈ ને જણાવ્યા વગર ઘર છોડી નિકળી ગયેલ હોય.
જેથી અભયમ ટીમ દ્વારા પીડિતા ને તેની અંદર રહેલી શક્તિ ઓનો અહેસાસ કરાવી,, ફરી ઘર છોડવાના વિચારો મનમાં નાં લાવવાની હિંમત આપી,, આત્મવિશ્વાસ કેળવવામા મદદ કરી ,, ત્યાર બાદ પીડિતાને તેના પતિ નાં સંપર્ક નંબર યાદ નાં હોય. જેથી પીડિતા તેના પતિ સાથે પહેલા જ્યાં કામ કરતા હતા તે કારખાનાં નાં વહીવટદાર નાં ફોન નંબર થોડા યાદ હોવાથી તેમનો સંપર્ક કરી,, ઘણી જ જહેમત બાદ લાગતા – વળગતા અન્ય કામદારો પાસેથી પીડિતાના પતિનો સંપર્ક નંબર મેળવી તેની સાથે વાતચિત કરી પીડિતા ને ત્યાં લઈ જતાં,,, પીડિતાના પતિ સાથે યોગ્ય પરામર્શ કરી,, ઘરેલું હિંસા એક્ટ અંગે કાયદાકીય માહિતી આપી,, નૈતિક ફરજ વીશે સમજાવેલ,, જેથી પતિ ને પોતાની ભૂલ નો અહેસાસ થતાં હવે થી તે પીડિતાને નિયમિત ઘરખર્ચ આપશે તેમજ ફરી ઝઘડા નાં કરવાની ખાત્રી આપતા,, પીડિતા ને આગળ કાયદાકિય કાર્યવાહી કરવી નાં હોય..
ટીમ દ્વારા પીડિતાને લાંબાગાળાનાં પરામર્શ માટે મહીલા સહાયતા કેન્દ્ર,, કુટુંબ સલાહ કેન્દ્ર વીશે માર્ગદર્શન આપી,, માહિતગાર કરેલ હોય તથા પીડિતા ની મરજી તેમજ રજીખુશી થી તેઓના હસતાં ચહેરા સાથે પતિને સોંપવામાં આવેલ હોય,, જેથી પતિ પત્ની દ્વારા ૧૮૧ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ હોય.