ખંભાળીયા તરફનો ટ્રાફીક મહાકાળી સર્કલ અને સત્યમ અંડરબ્રીજ થઈ ને જઈ શકશે
Jamnagar,તા.૨૩
જામનગર તા ૨૩, જામનગરમાં દિજામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ-ખંભાળીયા હાઈવે તરફ જતાં ફલાયઓવરના મેઈન્ટેનન્સ કામ માટે ફલાયઓવરને આજે તા.ર૩થી ૨૬ ઓક્ટોબર એમ કુલ ૪ દિવસ માટે વન-વે જાહેર કરાયો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને જામનગર શહેરથી ખંભાળીયા તરફ જવા માટે બ્રિજનો એક બાજુનો માર્ગ ખુલ્લો રહેશે. જ્યારે ખંભાળીયા તરફથી જામનગર આવવા માટે નાના અને મોટા વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના મ્યુ.કમિશનર ડી.એન.મોદીએ જાહેર નોટીસ બહાર પાડી રેલ્વે ક્રોસીંગ નંબર ૨૦૦ ઉપર બનેલા સમર્પણ ફલાયઓવર બ્રિજના જીએસપીસી ગેસ સ્ટેશન તરફના ભાગને તા.૨૩થી ૨૬ બંધ કરીને તેમાં એક એક્સપાન્સન જોઈન્ટનું કામ કરવામાં આવશે. તેમ જણાવીને અર્ધા ખુલ્લા માર્ગ પર જામનગરથી ખંભાળીયા તરફનો
ટ્રાફીક ચાલુ રહેશે. પરંતુ ખંભાળીયા તરફથી આવતા વાહનોમાંથી નાના વાહનો સત્યમ કોલોની અંડરબ્રીજ થઈને જઈ શકશે. જ્યારે મોટા વાહનો સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ થઈને દિગ્જામ રોડ પરનો ઓવરબીજ ત્યા ક્રોસ કરીને દિગ્જામ સર્કલ જઈ શકશે. ભારે વાહનો માટે પણ આ જ વ્યવસ્થા લાગુ રહેશે.