Bhatia,તા.23
કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ -ભાટીયાના આર્થિક સહયોગથી આયોજીત અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ(આંખની) હોસ્પીટલ-રાજકોટ ના નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે. તા.27/10ના રવીવારના મોતીયાના ઓપરેશન સાથે 111 મા કેમ્પ નુ આયોજન ભાટીયા ખાતે સરકારી દવાખાનામા સવારે 9થી12 વિના મૂલ્યે રાખવામા આવેલ છે.
જેમા આંખના દર્દીઓનુ નિદાન કરી જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આવશે તથા મોતીયાના ઓપરેશન ની જરૂરીયાતવાળા દર્દીઓને રણછોડદાસબાપુ હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ,આધુનીક ફેકૌ મશીન દ્વારા ટાંકા વગરનુ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપવામા આવશે તથા દર્દીઓને,રહેવા,જમવા, ચા-નાસ્તો,ચશ્મા,દવા-ટીપા,તથા ઓપરેશનની તમામ સારવાર વિના મુલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા ખાતે પરત મુકવામા આવશે.
કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ-કિશોરભાઈ દત્તાણીએ જાહેર આમંત્રણ આપી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરેલ છે.આ કેમ્પમા ચશ્માના નંબર કાઢી આપવામા આવશે નહી. વધુ માહીતી માટે મો.-9427420111 પર કોન્ટેક્ટ કરવા