Jamnagar, PGVCL Cheacking :
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા બહારની સોસાયટી, બેડી રિંગ રોડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું.
જ્યારે જામનગર તાલુકાના મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખિયા, વસઈ, બેડ, અને નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. જ્યારે લાલપુરના હરીપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.