Jamnagar માં બે આત્મહત્યાના બનાવ: કાલાવડમાં લીવરની બીમારીથી પીડાતા શખ્સે જીવનલીલા સંકેલી

Share:

Jamnagar,તા.20

જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે, જ્યારે કાલાવડના ખરેડી ગામમાં રહેતા વ્યક્તિએ બીમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે.

જામનગરમાં સત્યમ કોલોની શેરી નંબર -8માં રહેતા હરપાલસિંહ તખતસિંહ ગેડીયા નામના 27 વર્ષના યુવાને રવિવારે પોતાના ઘેર લાકડાની આડશમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે વજેસંગ દાજીભા ડોડીયા એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનનો પોલિસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

ગળાફાંસા દ્વારા આપઘાતનો બીજો બનાવ કાલાવડ નજીક ખરેડી ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા પરેશગીરી બળવંતગીરી ગોસ્વામી નામના 45 વર્ષના વ્યક્તિ પોતાની લીવરની બીમારી તેમજ પગની બીમારીના કારણે પોતાની વાડીએ મકાનમા પંખા હુંકમા સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષાર ગીરી પરેશગીરી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.વી. ગોહિલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકે પગના ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું, તેમજ લીવરની બીમારીથી પીડાતા હતાં જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *