Jamnagar ના ખીજડીયા પક્ષી અભ્યારણમાં દીપડાના આંટાફેરા,બે વિસ્તારમાં પાંજરા ગોઠવાયા

Share:

Jamnagar,તા.20

 જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ પાર્ટ વનમાં પેટ્રોલિંગ દરમિયાન એક દીપડાના ફુટ પ્રિન્ટ મળી આવ્યા હતા, જ્યારે દીપડો આંટાફેરા કરતો હોય તેવો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું, અને તાત્કાલિક અસરથી ખીજડીયા પક્ષી અભ્યારણ પાર્ટ-1ને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

ફોરેસ્ટ વિભાગની ટીમની શોધ ખોળ દરમિયાન દીપડાના વધુ ફુટ પ્રિન્ટ મળી આવ્યા હતા. તપાસમાં તેણે એક ભૂંડનું મારણ કર્યું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, અને તેના અવશેષો મળ્યા છે. દીપડો ખીજડીયા પક્ષી અભ્યારણ પાર્ટ 1 વિસ્તારમાં જ આટા ફેરા કરતો હોવાથી ફોરેસ્ટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષી અભ્યારણ પાર્ટ-1ના અલગ અલગ બે વિસ્તારમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે, અને તેના પર વોચ રાખવામાં આવી રહી છે. દીપડાની આ વિસ્તારમાં એન્ટ્રીને લઈને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *