Jamnagar એક વેપારી ગેરકાયદે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવતાં પકડાયો

Share:

Jamnagar,તા.21

જામનગર ની એસ.ઓ.જી. શાખા ની ટુકડી એ દરેડ મસિતીયા રોડ પરથી એક વેપારીને રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગનું કારસ્તાન ચલાવતાં પકડી પાડ્યો છે, અને નાના મોટા પાંચ બાટલા કબજે કર્યા છે.

જામનગર માં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતો ભગીરથ જગદીશભાઈ ડાંગર નામનો વેપારી દરેડ મસિતીયા રોડ પર એક દુકાનની બહાર રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે નાના બાટલામાં ગેસ ટ્રાન્સફર કરી ગેસ રિફીલિંગ નું કારસ્તાન ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની એસ.ઓ.જી. શાખા ને મળી હતી.

આથી ગઈકાલે સાંજે એસ.ઓ.જી.ની ટુકડીએ ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન વેપારી ભગીરથ ડાંગર મોટા ગેસના બાટલા માંથી નાના બાટલામાં ગેસ રિ-ફીલિંગ કરી ગેરકાયદે રીતે ગેસ રીફિલિંગ નું કારસ્તાન ચલાવતા રંગે હાથ પકડાયો હતો.

પોલીસે તેની પાસેથી બે મોટા અને ત્રણ નાના સહિત પાંચ નંગ ગેસના બાટલા ઉપરાંત પ્લાસ્ટિકની પાઇપ, રેગ્યુલેટર વજન કાંટો સહિતની માલમતા કબજે કરી લીધી છે, અને તેની સામે જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં બી. એન. એસ. કલમ ૨૮૭  મુજબ ગુનો નોંધાવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *