Jamnagar તા. ૨૨.
જામનગરમાં બિલ્ડર દ્વારા ભાગીદાર ને આપવામાં આવેલ ચેક પરત ફરતા અદાલત મા ફરિયાદ નોંધાવાઈ હતી. જે કેસ મા અદાલતે બિલ્ડર ને એક વર્ષ ની સજા નો હુકમ કર્યો હતો.
આ કેશ ની વિગત એ છે કે માવજીભાઈ રામજીભાઈ કંસારા એ બીલ્ડર મુકેશકુમાર ધરમશીભાઈ જેઠવા સાથે ભાગીદારી માં મકાન બાંધકામ નો વ્યવસાય ચાલુ કર્યો હતો. અને ૧૨,૦૦,૦૦૦ જેવી રકમ ભાગીદારી માં બાંધકામ તથા પ્લોટ ની ખરીદી પેટે આપી હતી.
આ કામ ના બીલ્ડર મુકેશભાઈ દ્વારા પ્રોજેકટ પુર્ણ થતા ફરીયાદી ને તેમની રકમ ની ચુકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. જે પરત ફરતા ફરીયાદી દ્વારા આરોપી વિરૂધ્ધ જામનગર ની અદાલત માં ધી નેગો.એકટ અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી
આ કેસ માં ફરીયાદી સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. અને અમો ફરીયાદી ને ચેક થી રકમ ચુકવવા નુ નકકી કરેલ .આ કામ માં સમાધાન માટે આપેલ રૂ ૪ લાખ ૫૦ હજાર નો ચેક પણ પરત ફરતા થતા ફરીયાદી દ્વારા અદાલત માં આરોપી મુકેશભાઈ જેઠવા વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ અન્વયે ફરીયાદ દાખલ કરેલ .જે કેશ એડી.ચીફ જયુડી મેજી . બી.આર.દવે ની કોર્ટ મા ચાલી જતા ૧ વર્ષ ની કેદ ની સજા નો હુકમ કરેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ છ માસ ની સજા નો હુકમ કરેલ છે અને સજા નુ વોરંટ બજવવા જીલ્લા પોલીસ અધીક્ષક ને મોકલવા નો હુકમ કરેલ છે.આ કેશ માં ફરીયાદી તરફે જામનગર ના ધારાશાત્રી ક્રિપાલસિંહ આર જાડેજા તથા કુલદીપસિહ પી. ચૌહાણ રોકાયા હતા.