ધોરાજી નજીક કારની ઠોકરે સાઇકલ સવાર નું મોત
Jamkandona,તા.05
રાજકોટ જિલ્લામાં બે સ્થળે અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં વાવડી નજીક બસની અડફેટે બાઈક ચાલકનું મોત અને ધોરાજીના ચિચોડ ગામ પાસે કારની ઠોકરે સાયકલ સવાર વૃદ્ધનું મોત નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામકંડોળાના બાલાપર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ભીખાભાઈ બચુભાઈ ભુંડિયા જામનગર થી સ્કૂલ બસ લઈને જામકંડર્ણના આવતા હતા ત્યારે , જામકંડોણા – કાલાવડ નેશનલ હાઈવે પર વાવડીગામે પહોંચ્યા ત્યારે સામેથી રોંગ સાઈડમાં બાઈક પર આવી રહેલા ભાડાજાલિયા ગામના દિનેશભાઈ કુરજીભાઈ વાઘેલા નામના બાઈક ચાલક બસ સાથે અથડાતા દિનેશભાઈને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ જામકંડોળા પોલીસને કરતા એ.એસ.આઇ એમ એલ જાંબુડીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી દિનેશભાઈ ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવવામાં ધોરાજી તાલુકાના ચિતોડ ગામે રહેતા જેરામભાઈ દાનાભાઈ વાઢીયા નામના વૃદ્ધ તેમની સાયકલ લઈને કલાણા ગામ નજીક આવેલી તેમની વાડીએ આટો મારવા જતા હતા ત્યારે રસ્તામાં G J 0 6 F K 7918 નંબરની કાર ચાલકે સાયકલ સવારને પાછળથી અડફેટે લેતા જેરામભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલે પહોંચ્યા પહેલાj વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પાટણવાવ પોલીસને કરતા પીએસઆઇ એ એન કામળિયા સહિતનું સ્ટાફ હોસ્પિટલે પહોંચી જેરામભાઈ ના મૃત દેહને પીએમ અર્થે ખસેડી , કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી , કારના નંબરના આધારે ચાલક ની શોધ ખોળ હાથ ધરી છે.