Jaipur:રૂપિયા ૩ લાખની bribe લેતા મહેસૂલ અધિકારી ઝડપાયો

Share:

યુવરાજ મીણાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા પાંચ લાખની લાંચ માંગી હતી : એસીબીના અધિક પોલીસ અધિક્ષક

Jaipur, તા. ૮

અલવર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહેસૂલ અધિકારી યુવરાજ યુધિષ્ઠિર મીણા અને તેના દલાલ મુકેશને એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) જયપુરની ટીમે રાજસ્થાન વિધાનસભાના ગેટ પાસે રૂ.૩ લાખની લાંચ લેતા પકડ્યા હતા. એસીબીના અધિક પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ કિલાનીયાએ જણાવ્યું હતું કે યુવરાજ મીણાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રૂ. ૫ લાખની લાંચ માંગી હતી, પરંતુ સોદો રૂ.૩ લાખમાં નક્કી થયો હતો. ફરિયાદ બાદ એસીબીએ કેસની ચકાસણી કરી હતી, જેમાં આરોપો સાચા હોવાનું જણાયું હતું.

ફરિયાદીએ જણાવ્યું હતું કે મંગળવારે યુવરાજ મીણા અને તેનો દલાલ મુકેશ ફોન અને વોટ્‌સએપ કોલ દ્વારા સતત પૈસાની માંગણી કરી રહ્યા હતા. યુવરાજે ફરિયાદીને જયપુર બોલાવ્યો હતો અને દિવસભર તેને લઈ ગયા બાદ રાત્રે વિધાનસભાના ગેટ પાસે લાંચ લેવાનું કહ્યું હતું.

ફરિયાદી ત્યાં પહોંચતા જ દલાલ મુકેશ કારમાંથી નીચે ઉતરી ગયો હતો અને રૂ.૩ લાખ લઇ લીધા હતા.

આ પછી તરત જ એસીબીની ટીમે મુકેશની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે મહેસૂલ અધિકારી નજીકના અન્ય વાહનમાં હાજર હતા.

આ પછી એસીબીએ ટ્રાફિકમાં વાહનને ઘેરી લીધું હતું અને યુવરાજ મીણાની પણ ધરપકડ કરી હતી. બંને આરોપીઓની આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી.  તેમજ એસીબીની ટીમોએ તેના ઘરે અને ઓફિસના દસ્તાવેજો, ફાઈલો, લેપટોપ અને મોબાઈલની તપાસ કરી હતી. બંનેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એસીબીએ જણાવ્યું હતું કે રેવન્યુ ઓફિસર યુવરાજ મીણા જાણીજોઈને કંપનીની ફાઈલ રોકીને પેમેન્ટમાં વિલંબ કરી રહ્યા હતા.  તેણે ફાઇલ વેરિફિકેશન માટે રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી. પ્રારંભિક હપ્તા તરીકે રૂ. ૩ લાખ ચૂકવવા સંમત થયા પછી, એસીબીએ યુવરાજ મીના માટે છટકું ગોઠવ્યું અને તેની ધરપકડ કરી હતી. ખાસ વાત એ છે કે વિધાનસભાના ગેટ પર જ્યોતિ નગર પોલીસ સ્ટેશન છે અને રાજસ્થાનના તમામ ધારાસભ્યોના ઘરનો ગેટ પણ તેની સામે જ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *