Gaza,તા.21
ઇઝારયલી વડાપ્રધાન નેતન્યાહૂએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધ ચાલુ જ રાખવું પડે તે સિવાય ઇઝરાયલ પાસે અન્ય કોઈ વિકલ્પ જ નથી. તેઓએ વધુમાં કહ્યું જ્યાં સુધી ગાઝામાંથી હમાસનો પૂરેપૂરો સફાયો ન થાય ત્યાં સુધી હું યુદ્ધ બંધ કરવાનો નથી. ગાઝામાંથી હમાસ દૂર થાય. તેઓ ખતમ થઇ જાય અને બંધકોને મુક્ત ન કરાય ત્યાં સુધી યુદ્ધ બંધ ન જ થઇ શકે.
આ સાથે તેમણે તે પણ વધુમાં જણાવ્યું કે ગાઝા પટ્ટી ઇઝરાયલ માટે ભયજનક ન રહે તે પણ જોવું રહ્યું.નેતન્યાહૂએ આ નિવેદન તે સમયે કર્યું છે કે જ્યારે છેલ્લા ૪૮ કલાકમાં જ ઇઝરાયલી એરસ્ટ્રાઈક્સ ગાઝામાં ૯૦ના જાન લીધા હતા. પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયે તે અહેવાલને સાચા કહ્યા હતા. અત્યારે ઇઝરાયલી સેનાએ તેની કાર્યવાહી તીવ્ર બનાવી છે અને હમાસને નિ:શસ્ત્ર કરવા ઉપર તથા અપહૃતોને મુક્ત કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરી રહ્યું છે તે સાથે ઇઝરાયલ ગાઝાના તટપ્રદેશ ઉપર સંપૂર્ણ કબ્જો જમાવવા માગે છે. આ પટ્ટીમાં ઉત્તરના ભાગે ૨૦ લાખ પેલેસ્ટાઈનીઓ વસે છે. તે વિસ્તારમાંથી તેઓને સંપૂર્ણ રીતે દૂર કરવા ઇઝરાયલ કટિબધ્ધ છે. તેથી તો તેણે ગાઝા પટ્ટી ઉપર ેએવો ઘેરો નાખ્યો છે કે જેથી ત્યાં ખાદ્ય પદાર્થો કે દવાઓ તો પહોંચી જ શક્તાં નથી. પરંતુ હવે તો ત્યાં પેય-જળનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. યુએનનો અહેવાલ જણાવે છે કે ત્યાં ખાદ્ય પદાર્થોની એટલી બધી તંગી ઉભી થઈ છે કે ત્યાંના વતનીઓને માત્ર એક ટંકનાં સમૂહનાં ભોજનથી ચલાવવું પડે છે. ત્યાં આરોગ્યની સ્થિતિ તો નિર્બળ છે જ વધુ નિર્બળ બની છે.
તાજેતરમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે હમાસને તેમે હજી સુધી બંદીવાન રાખેલા અપહૃતો પૈકી માત્ર અર્ધાને જ મુક્ત કરે તો પણ અમે યુદ્ધ વિરામ લંબાવવા તૈયર છીએ, પરંતુ હમાસે તેણે દરખાસ્ત ફગાવી દીધી હતી.