Morbi,તા.07
જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત
મોરબી શહેરમાં થયેલ વિકાસ કામોની તપાસ સમિતિ દ્વારા તપાસ કરવા અને ભ્રષ્ટાચારમાં સામેલ તમામ પાસેથી નાણાની રીકવરી કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિએ મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવ્યું છે
જીલ્લા કોંગ્રેસ સમિતિએ કમિશ્નરને રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તે પૂર્વે નગરપાલિકા દ્વારા આવાસ યોજના, નંદી ઘર તેમજ ૪૫ ડી હેઠળના કામો કરવામાં આવ્યા છે જે અંગે માહિતી નગરપાલિકા કચેરી પાસે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માંગી હતી જે માહિતી જોતા તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોય તેવું જણાઈ આવેલ છે
આવાસ યોજનામાં જે આવાસ બનાવ્યા છે તે પૈકી ઘણા આવાસો હજુ સુધી સોપણી કરવામાં આવી નથી અને કામ એક વર્ષમાં પૂર્ણ કરી આપવાનું હોય તે કામ ક્યાં કારણોસર સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું નથી જેની તપાસ સમિતિ દ્વારા તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ છે નંદીઘર બનાવ્યું છે તેમાં ચાર પોર્ટટ કેબીનની ખરીદી કરવામાં જે રકમ દર્શાવી છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે જેની હાલ કેબીન કીમત જાણી અને કેબિનોની હાલ સ્થિતિની તપાસ થવી જોઈએ
ઉપરાંત રોડ રસ્તા, ગટર, પાલિકા કચેરી ફર્નીચર સહિતના કામો ૪૫ ડી હેઠળ ના કરી સકાય તેવા કામો કરવામાં આવ્યા છે જે કામો માત્ર સામાન્ય રકમમાં થઇ જાય તેવા કામોના મોટી રકમના વર્ક ઓર્ડરો કરી કરવામાં આવ્યા છે જેથી તટસ્થ તપાસ કરી ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસર કાર્યવાહી કરી કરેલ ખર્ચની રીકવરી કરવાની માંગ કરી છે