New Delhi, તા. 16
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરીફ વોર શરૂ કરી છે તેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપરમાં અનિશ્ચિતતાની અસર ભારતની નિકાસ પર પડવાનું શરૂ થઇ ગયું છે અને માર્ચ મહિનામાં વ્યાપાર ખાધ 21.54 બીલીયન ડોલર નોંધાઇ છે.
અર્થશાસ્ત્રીઓ આ વ્યાપાર ખાધ 16 બીલીયન ડોલર સુધી રહેશે તેવી અપેક્ષા રાખતા હતા પરંતુ જે રીતે વ્યાપારી નિકાસમાં ઘટાડો થયો તેથી વ્યપાર ખાધ વધવાનું શરૂ થયું હોવાનું માનવામાં આવે છે.
ભારતનો વ્યાપારી નિકાસ 2025ના નાણાકીય વર્ષમાં 437.42 બીલીયન ડોલર રહી છે. જે અગાઉ એક વર્ષ પૂર્વે 437.07 બીલીયન ડોલર હતી. આ ડેટા એવા સમયે આવ્યા છે કે જયારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ તેના ટેરીફનો અમલ સ્થગિત રાખ્યો છે અને 90 દિવસમાં અગાઉના ઓર્ડરો મુજબ નિકાસ કરવા માટે હાલ જબરી ઉતાવળ દેખાઇ રહી છે. પરંતુ ટ્રમ્પ ફરી ેએક વખત નવા ટેરીફ પણ જાહેર કરી શકે છે જેના કારણે વ્યાપારી અનિશ્ચિતતા યથાવત રહી છે.