Mumbai,તા.5
14 વર્ષથી આઈસીસી ટુર્નામેન્ટના નોકઆઉટમાં ઓસ્ટ્રેલીયા સામે પરાજીત થતી ભારતીય ટીમે છેવટે બદલો લીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને વટભેર ફાઈનલ પ્રવેશ મેળવ્યો હતો.
જીત બાદ ભારતીય ખેલાડીઓએ જશ્ન મનાવ્યો હતો તેનો વિડીયો ક્રિકેટ બોર્ડે જ શેર કર્યો છે. ભારતની જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ દુબઈમાં જ રમાવાનું સ્પષ્ટ થયુ છે. જીત બાદ ભારતીય ખેલાડીઓ ખુશખુશાલ હતા.
કપ્તાન રોહીત શર્મા, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, સહિતના ખેલાડીઓએ ઉજવણી કરી હતી. એકબીજાનાં ગળે મળવા સાથે જીતનો જશ્ન મનાવતો ખેલાડીઓનો વિડીયો ક્રિકેટ બોર્ડે જારી કર્યો હતો.
મેચ બાદ હોટેલ પહોંચેલી ટીમનું જોરદાર સ્વાગત કરાયુ હતું. અર્શદીપ ભાંગડા કરતો નજરે ચડયો હતો. હોટેલ કર્મચારીઓ ખુદ ઢોલ વગાડતા નજરે ચડયા હતા.
ક્રિકેટ બોર્ડે શેર કરેલા વીડીયોમાં રાહુલનાં વિજયી છગ્ગા પરના રિએકશન પણ દેખાડવામાં આવ્યા હતા જયારે ખેલાડીઓ તથા ફેન્સ ઝુમવા લાગ્યા હતા.